કાર્યવાહી:ખંભાળિયામાં ઓનલાઈન કંપની સાથે છેતરપિંડી આચરનારી ત્રિપુટી પકડાઈ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છેતરપિંડી આચરનારી ત્રિપુટી - Divya Bhaskar
છેતરપિંડી આચરનારી ત્રિપુટી
  • અસલ પાર્સલ સહિત રૂ.98 હજારની માલમતા કબજે,સધન પુછતાછ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ઓનલાઇન કંપની સાથે છેતરપીંડી આચરવાના પ્રકરણમાં પોલીસે કંપની કર્મી સહિતના સામે ગુનો નોંધ્યો હતો.જેમાં પોલીસે ત્રણ શખસોને પકડી પાડી અસલ પાર્સલ સહિત રૂ. 98 હજારનો મુદામાલ કબજે કરી સધન પુછતાછ હાથ ધરી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનસાર દેવભૂમિના ભાણવડમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા તન્વીબેન અતુલભાઇ મોઢવાડીયાએ ખંભાળિયા પોલીસ મથકમાં ઓનલાઇન કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરવા અંગે પાર્થ લાઠીયા સહિત ચાર મોબાઇલધારક સામે ફરીયાદ નોંધાવી હતી.

જેમાં ઓનલાઇન સપ્લાય કરતી ફિલપકાર્ડ કંપનીની ડીલેવરી કંપની ઇન્સ્ટાકાર્ટ કંપનીના આરોપીએ અન્ય ઇસમો સાથે મળી ફિલપકાર્ડમાં અલગ અલગ એકાઉન્ટ બનાવી ચીજ વસ્તુઓ મંગાવી કંપની દ્વારા મોકલેલી અસલ ચિજો કાઢી નબળી ગુણવતાવાળી ચિજ વસ્તુઓ મુકી પાર્સલ પરત મોકલાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનુ જાહેર થયુ હતુ.

જે બનાવની પીઆઇ પી.એમ.જુડાલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે. એન. ઠાકરીયા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન પોલીસે આરોપી પાર્થ અશોકભાઇ લાઠીયા (રે. શકિતનગર, ખંભાળિયા), પરીમલ નિતિનભાઇ ચોપડા (રે.શકિતનગર,ખંભાળિયા) અને તુષાર દિનેશભાઇ સિંધ (રે.શકિતનગર)ને પકડી પાડયા હતા જેના કબજામાંથી પોલીસે ફિલપકાર્ડના ઓરીજીનલ જુદા જુદા નવ પાર્સલ ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન સહિત રૂ.98 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીની સધન પુછપરછ સાથે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...