જામનગરમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ -2015 અને પોકસો એક્ટ 2012 અંતર્ગત જામનગર જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી કરતા વિવિધ વિભાગો માટે હોટેલ સેલિબ્રેશન ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં વિવિધ વિભાગના 90 જેટલા લોકો હાજર રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ જામનગરના પ્રમુખ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જામનગરના સચિવ, નાયબ પોલીસ અધિક્ષક અને નોડલ ઓફિસર(SJPU) દહેજ પ્રતિબંધક અધિકારી જામનગર (શહેર), જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી,ચેરમેન બાળ કલ્યાણ કમિટી જામનગર, પ્રોબેશન ઓફિસર, 181 મહિલા હેલ્પલાઇન, સખી વન્સ સ્ટોપ સેન્ટર, 1098 ચાઈલ્ડ લાઈન જામનગર જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનના સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ ઓફિસર તેમજ જિલ્લા સમાજ સુરક્ષાઅધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી તેમજ બાળ કલ્યાણ સંસ્થાઓનો સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.