તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર:જામનગર માર્કેટીંગ યાર્ડમાં કુલ 55364 મણ જણસ ઠલવાઇ

હરાજી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચણાની 35 ટકા આવક, 915 ખેડૂત આવ્યા, હરાજીમાં જીરૂના સૌથી વધુ રૂ.2610 ભાવ બોલાયા

જામનગર માર્કેટીંગ યાર્ડમાં મંગળવારે કુલ 55364 મણ જણસની આવક થઇ હતી. જેમાં ચણાની સૌથી વધુ 22000 મણ આવક થઇ હતી. જયારે બાજરીની 1156, ઘઉંની 8212, મગની 5964, અડદની 1813, ચોળીની 725, અરેંડાની 3031, રાયડાની 1956, લસણની 2496, કપાસની 1050, જીરૂની 4623, અજમાની 1812 મણ આવકનો સમાવેશ થાય છે.

હરાજીમાં 20 કીલો બાજરીનો ભાવ રૂ.250 થી 328, ઘઉંનો રૂ.310 થી 336, મગનો રૂ.1050 થી 1380, તુવેરનો રૂ.900 થી 1170, ચોળીનો રૂ.1050 થી 1360, મેથીનો રૂ.1150 થી 1330, ચણાનો રૂ.900 થી 959, મગફળનો રૂ.900 થી 1225, અરેંડાનો રૂ.918 થી 980, કપાસનો રૂ.1000 થી 1480, જીરૂનો રૂ.2100 થી 2610, અજમાનો રૂ.1950 થી 2590 બોલાયો હતો.

યાર્ડમાં કાલે રસી અપાશે
જામનગર માર્કેટ યાર્ડમાં કમિશન એન્જટ, વેપારીઓ, મજૂર, ખેડૂતો તથા તેના પરિજનો માટે તા.10 જૂનના સવારે 10 કલાકે કોરોના વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં વેક્સિન લેવાની હોય તેઓને પોતાના આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ તથા મોબાઇલ નંબર સાથે રસી લઇ શકશે. જે કોઇને વેક્સિનના બીજા ડોઝનો સમય થતો હશે તેઓને બીજો ડોઝ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...