આજથી ઇસ્યુ કરાશે ડેથ સર્ટિફિકેટ:જામનગરમાં કોરોનાથી કુલ-364 મોત (સરકારી આંકડો), 1 જ કોવિડ હોસ્પિટલમાં 4500 મૃત્યુ (જી.જી.ની કોવિડ હોસ્પિટલની હકિકત)

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શહેરના 207 અને ગ્રામ્યના 157 લોકોના સત્તાવાર રીતે કોરોનાથી મોત : કાેવિડ હોસ્પિટલના મૃતકોમાં રાજકોટ, મોરબી, દ્વારકાના દર્દીનો પણ સમાવેશ
  • 600થી પણ વધુ અરજી આવી | મહાપાલિકા દ્વારા તમામ અરજીઆેની ચકાસણી કર્યા બાદ બુધવારથી સર્ટિફિકેટ વિતરણ શરૂ થશે

જામનગર શહેરમાં કોવિડ મૃતકો માટે સરકારે જાહેર કરેલી સહાય મેળવવા અગાઉ મેળવવાના થતા મૃત્યુના કારણના સર્ટીફીકેટ માટે મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં કતાર લાગવા લાગી છે. અત્યાર સુધીમાં મૃત્યુ કારણ સટી. મેળવવા 600 જેટલા લોકોએ અરજી કરી છે. જેને સંભવત: બુધવારથી ફોર્મ પરત આપવામાં આવશે.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં કોવીડની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન સરકારી રેકર્ડ પમાણે શહેરના 207 અને ગ્રામ્યના 157 લોકો કોવિડના કારણે મૃત્યુ થયા છે. જો કે, અન્ય બીમારીઓ ધરાવતા હોય અને કોવિડની સારવાર દરમ્યાન જી.જી.માં આવેલી કોવિડ હોસ્પિટલમાં જ મરણ પામ્યા હોય તેવા લોકોની સંખ્યા 4500થી વધુ છે. આવા મૃતકોમાં જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, દ્વારકા, કચ્છ સહિતના દર્દીઓ છે.

સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના નિદેશ મુજબ સરકારી સહાય આપવાની તૈયારીના ભાગરૂપે કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામનાર વ્યકિતના વારસોએ પ્રથમ મેડીકલ સર્ટીફીકેટ ઓફ કોઝ ઓફ ડેથ (એમસીસીડી અથવા ફોર્મ નં.4) મેળવવા મહાનગરપાલિકામાં અરજી કરવાની રહે છે. મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં આવી 600 જેટલી અરજીઓ આવી છે. હજુ પણ સંખ્યાબંધ લોકો અરજીના ફોર્મ મેળવી રહ્યા છે. તેથી આગામી દિવસોમાં અરજી કરનારા લોકોની સંખ્યા વધશે.

અરજી નામંજૂર થાય તો અપીલમાં જઇ શકાય
જે કોવિડ મૃતકોના સગાઓની અરજીઓ રિજેક્ટ થશે તેઓ શહેરકક્ષાએ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં અને ગ્રામ્યકક્ષાએ અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં આરોગ્ય અધિકારીઓ સહિતની બનેલી કોવિડ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ સમક્ષ અપીલમાં જઈ શકશે. બાદમાં આ કમિટી અરજી અંગે નિર્ણય કરશે.

આજથી સર્ટિફિકેટ આપવાનું શરૂ કરાશે
મીટીંગ બાદ સંભવત: બુધવાર તા.24થી fજે લોકોએ પોતાના કોવિડની સારવારમાં મૃત્યુ પામ્યા હશે તે સગાના મૃત્યુના કારણના સટીફીકેટની માંગણી કરી હશે. તેવા લોકોને સર્ટીફીકેટ આપવાનું શરૂ કરવામાં આવશે.> એ.કે. વસ્તાણી, ડેપ્યુટી કમિશનર, જામનગર મહાનગરપાલિકા, જામનગર.

અન્ય સમાચારો પણ છે...