વિધાનસભા સામાન્ય ચુંટણી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમ. એ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ 81-ખંભાળિયા અને 82 - દ્વારકા મતદાર વિભાગમાં કુલ 14 મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત થશે.
81 ખંભાળિયામાં ખંભાળિયા -1 માં એસ.એન. ડી.ટી. હાઇસ્કૂલ રૂમ નં. 1, સાઉથ વિંગ ન્યુ પ્રિન્સિપાલ ઓફિસ, ખંભાળિયા - 5માં યોગકેન્દ્ર પાર્ટ -1, નગરપાલીકા ગાર્ડન, ખંભાળિયા - 23 ગર્લ્સ સ્કૂલ બિલ્ડિંગ, કાનજી ચતુર ધર્મ શાળાની સામે, ખંભાળિયા - 34 મિડલ સ્કૂલ, તાલુકા શાળા નં. 3 પ્રજ્ઞા રૂમ, ધરમપુર - 3 ધોરિવાવ પ્રા. શાળા નવી બિલ્ડિંગ રૂમ નં. 2, ભાણવડ - 7 વી.એમ.ઘેલાણી હાઈ સ્કુલ, રણજીત પરા રૂમ નં. 2, ભાણવડ - 14 તાલુકા શાળા નં. 1, સી.આર.સી. રૂમ, નગરનાકા રોડ ખાતે સખી મતદાન મથક કાર્યરત કરવામાં આવશે.
82 - દ્વારકામાં દ્વારકા - 1 ટી.વી. સ્ટેશન પ્રા. શાળા રૂમ નં. 1, દ્વારકા -3 એન. ડી.એચ. હાઇસ્કૂલ, નોર્થ વીંગ, રૂમ નં. 1, હોસ્પિટલ રોડ, દ્વારકા - 5માં પ્રાથમિક શાળા નં. 1, રૂમ નં. 1, વેસ્ટ વીંગ, દ્વારકા -24 તાલુકા શાળા - 3, રૂમ નં. 3, રણજીતપુર - 2 પ્રાથમિક શાળા બિલ્ડિંગ, રૂમ નં. 2, વીરપુર ગાંગડી - 1માં પ્રાથમિક શાળા બિલ્ડિંગ અને બાંકોડી - 5માં પ્રાથમિક શાળા બિલ્ડિંગ, નારણપુર (બાંકોડી) ખાતે મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાશે.
આ મતદાન મથકોમાં ચૂંટણીને લગતી તમામ કામગીરી મહિલાઓ દ્વારા કરવા આવશે ત્યારે આ “અવસર”માં જિલ્લાનાં વધુમાં વધુ મહિલાઓ જોડાય તેમજ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં પર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ. એ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા સવિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે અધિકારીઓ જહેમત ઉઠાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.