મેઘાવી માહોલ:યાત્રાધામ દ્વારકામાં 4 કલાકમાં જ ધોધમાર સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર-દેવભૂમિમાં મેઘરાજાનો રાત્રિ મુકામ, 5 તાલુકામાં હળવો ભારે વરસાદ
  • કાલાવડમાં રાત્રે વધુ બે ઇંચ, ધ્રોલ, લાલપુર અને કલ્યાણપુરમાં વધુ અડધાથી પોણો ઇંચ પાણી વરસ્યું

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે સવારથી શરૂ થયેલી મેઘસવારીએ પાંચ તાલુકામાં રાત્રીમુકામ કરતા અડધાથી સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.જેમાં યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે મેઘરાજા ઓળધોળ થતા ચાર કલાકમાં જ ત્રણ ઇંચ પાણી ઠાલવી દેતા માર્ગો પણ જળબંબોળ બન્યા હતા.જયારે કાલાવડમાં શનિવારે મોડી રાત્રે વધુ બે ઇંચ તો ધ્રોલ,લાલપુર અને કલ્યાણપુરમાં અડધાથી પોણો ઇંચ વરસાદ થયો હતો.

ધ્રોલ પંથકમાં શનિવારે મોડી રાત્રી સુધી મેઘરાજા અવિરત વરસ્યા હતા જેમાં વધુ અડધો ઇંચ પાણી પડયુ હતુ.જયારે કાલાવડમાં રાત્રે મંડાયેલા મેઘરાજાએ મોડી રાત્રી સુધી પાણી વરસાવતા વધુ બે ઇંચ વરસાદ પડયો હતો.જયારે લાલપુરમાં વહેલી સવારથી બપોર સુધીમાં અડધા ઇંચથી વધુ વરસાદ નો઼ધાયો હતો.

દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ સતત બીજા દિવસે પણ હેત વરસાવ્યુ હતુ જેમાં યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાએ ઘમાકેદાર પુનરાગમન કરતા વહેલી સવારે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં પણ ત્રણ ઇંચથી વધુ પાણી ઠાલવી દેતા માર્ગો જળબંબોળ બન્યા હતા.અવિરત ઘોધમાર વરસાદના કારણે અમુક માર્ગો પર જ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

કલ્યાણપુરમાં સતત બીજા દિવસે હળવો વરસાદ વરસ્યો હતો જેમાં રવિવાર બપોર સુધીમાં વધુ પોણો ઇંચ પાણી વરસી ગયુ હતુ.જયારે ભાણવડમાં હળવા ઝાપટા પડયા હતા.જામનગર અને દેવભૂમિમાં રવિવારે સાંજે પણ મેઘાવી માહોલ યથાવત રહયો છે.

લૈયારામાં દોઢ, મોડપરમાં સવા ઇંચ વર્ષા
જામનગર ગ્રામ્યમાં શનિવારે શરૂ થયેલા ​​​​​​​વરસાદે મુકામ કરતા રવિવારે સવારે પુરા થતા 24 કલાક સુધીમાં લૈ્યારામાં 36 મીમી, ખરેડી અને નિકાવામાં 15 મીમી,ભલસાણ બેરાજામાં 25 મીમી, નવાગામમાં 22 મીમી, મોટા પાંચ દેવડામાં 20 મીમી, ધુનડામાં 28 મીમી,પડાણામાં 20 મીમી,મોડપરમાં 32 મીમી સહિત અન્યત્ર હળવા ઝાપટા વરસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...