બે પ્રયાસ નિષ્ફળ:નદીના પટના મેળાનું રૂ.9.36 લાખનું ટેન્ડર 2.36 લાખમાં ગયું

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ મહિનાની અમાસ સુધી પ્રદર્શન મેદાન, નદીના પટમાં મેળા
  • બે પ્રયાસ નિષ્ફળ જતાં ટેન્ડરના ભાવ રૂ.5.95 લાખ કરાયા હતા

જામનગરમાં નદીના પટના મેળાનું રૂ.9.36 લાખનું ટેન્ડર રૂ.2.36 લાખમાં ગયું છે. બે પ્રયાસ નિષ્ફળ જતાં ટેન્ડરના ભાવ રૂ.5.95 લાખ કરાયા હતાં. શ્રાવણ મહિનાની અમાસ સુધી પ્રદર્શન મેદાન અને નદીના પટમાં મેળા યોજાશે. જામનગરમાં દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ મહિનામાં મેળાનું આયોજન કરવામાં આવે છે.

એસ્ટેટ વિભાગ દ્વારા અગાઉ પ્રદર્શન મેદાન અને રંગમતી નદીના પટમાં શ્રાવણી મેળા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં. પ્રદર્શન મેદાન માટે મોટી સંખ્યામાં વેપારીઓ આવતા મનપાને પ્લોટ ભાડે આપવાની રૂ.1.67 કરોડની આવક થઇ હતી. જયારે રંગમતી નદીના પટમાં રૂ.9.36 લાખમાં સીંગલ પાર્ટીને મેળા માટે જગ્યા આપવાનું ટેન્ડર કોઇએ ભર્યું ન હતું.

બે પ્રયાસમાં ટેન્ડર ન ભરાતા મહાનગરપાલીકાએ ટેન્ડરના ભાવ ઘટાડીને રૂ.5.95 લાખ કર્યા હતાં. આમ છતાં કોઇ વેપારીએ ટેન્ડર ભર્યું ન હતું. છેલ્લે એક વેપારીએ રૂ.2.36 લાખનું ટેન્ડર ભર્યું હતું. આ સ્થળે ટેન્ડર લેનાર પાર્ટી દ્વારા મેળાનું સ્વતંત્ર આયોજન કરવામાં આવશે. પ્રદર્શન મેદાન અને રંગમતી નદીના પટમાં તા.12 ના શુક્રવારથી શ્રાવણી અમાસ એટલે કે તા.27 સુધી રહેશે.

અન્ય સમાચારો પણ છે...