જામનગર શહેરમાં શિયાળાની સિઝનને ધ્યાને લઇ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન 16 જેટલા ખાદ્યપદાર્થના નમૂના લઇ પરિક્ષણ અર્થે વડોદરા મોકલવામાં આવ્યા હતાં. તેમજ ત્રણ જેટલી પેઢી સામે અધિકારીની મંજૂરી મળ્યા બાદ કલેકટર કચેરીમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજયકુમાર ખરાડીની સૂચના હેઠળ શિયાળાની સિઝનને અનુલક્ષીને ફૂડ શાખાના એસએસઓની ટીમ દ્વારા શહેરના ગ્રેઇન માર્કેટ, હિરજી મિસ્ત્રો રોડ, પટેલ કોલોની, રણજીતનગર, રણજીતસાગર રોડ, ઇન્દીરા માર્ગ, હવાઇચોક, જુનુ રેલવે સ્ટેશન, ખંભાળિયા ગેઇટ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન અડદીયા, દૂધ, સાની, બીની ચિક્કી, ગોળ-તલ ચિક્કી, ખજૂર સહિત 16 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના લઇ પરિક્ષણ અર્થે હતાં. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યાં હતા.
આ ઉપરાંત ત્રણ દરવાજા નજીક આવેલ ભૈરવનાથ આઇસ્ક્રીમ- લચ્છી, કાલાવડ ગેઇટ રોડ પર આવેલ હિન્દુસ્તાન ડેરી તેમજ લીમડાલાઇનમાં આવેલ અશોક બેકરી જેવી ત્રણ પેઢીની ડેઝિકનેટેડ ઓફિસરની મંજૂરી મળ્યા બાદ કલેકટર કચેરીમાં ત્રણ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.