આયોજન:મીઠાપુરમાં ટીબી સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરાયું

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક રાસન કીટનું નિ:શુલ્ક વિતરણ કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લા કોર્પોરેટ ટીબી સંકલ્પ કાર્યક્રમનું મીઠાપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ક્ષય (ટીબી) ના દર્દીઓને પૌષ્ટિક આહાર મળી રહે અને સમગ્ર ભારત ટીબી મુક્ત થાય તે માટે એક રાસન કીટનું પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટનું વિતરણ મીઠાપુરના એમપરેટીસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ટાટા કેમિકલ્સના વાઈસ પ્રેસિડેન્ટ એન. કામત સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ઉપસ્થિત રહી ટીબીના દર્દીઓને અનાજની કીટનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...