ગુજરાત અને ભારતમાંથી હજી કોરોના સંપૂર્ણપણે દૂર થયો નથી ત્યાં મંકીપોક્સ વાઈરસનો ખતરો ઉભો થયો છે. જામનગરના નવા નાગના ગામના એક યુવાનમાં મંકીપોક્સ વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે.
યુવાનને આઈસોલેટ કરી સારવાર શરૂ કરવામાં આવી
જામનગર નજીક આવેલા નવા નાગના ગામમાં રહેતા 29 વર્ષીય યુવાનમાં મંકીપોક્સ વાઈરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. યુવાનને હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં અલગ રૂમમાં આઈસોલેટ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. યુવાનમાં દેખાતા લક્ષણો મંકીપોક્સ વાઈરસના જ છે કે અન્ય કોઈ રોગના છે તેની ખરાઈ કરવા માટે સેમ્પલ લઈ અમદાવાદ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
ભારતમાં કેરળમાં નોંધાઈ ચૂક્યા છે મંકીપોક્સના કેસ
યુરોપમાં હાહાકાર મચાવનાર મંકીપોક્સ વાઈરસના બે કેસ ભારતના કેરળમાં પણ નોંધાઈ ચૂક્યા છે. કોરોના બાદ મંકીપોક્સનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર સતર્ક બની છે.
મંકીપોક્સ કેવી રીતે થાય છે?
મંકીમાંથી વાઈરસ માણસમાં આવે છે અને માણસ એક બીજાના સંપર્કમાં આવવાથી વાઈરસ ફેલાય છે. વાઈરસ લાગ્યો હોય તેના મોમાંથી, નાક વાટે આનું સંક્રમણ ફેલાય છે.
મંકીપોક્સના લક્ષણો શુ હોય છે?
શરૂઆતમાં સ્કીન પર રેસ થાય છે.તાવ આવે,પાણી ભરેલા ફોડલા પડી જાય.અને પછી ફોડલા ફૂટી જાય,આ બધા લક્ષણો 4 થી 6 સપ્તાહમાં આવીને જતા રહે છે.
મંકીપોક્સથી બચવા શુ કરવું જોઈએ?
મંકીપોક્સના કોઈ ખાસ ટ્રિટમેન્ટ આવી નથી.જે લોકોએ સ્મોલપોક્સની વેક્સિન લીધી છે તેવા દેશમાં ઝડપથી ફેલાશે નહિ તેવું તારણ છે. ભારતમાં નહિ આવે પરંતુ તેમ છતાં કેસ કે લક્ષણ જોવા મળશે તો 21 દિવસ આઇસોલેટ રાખવા જોઈએ. જેથી બીજા સંપર્કમાં નહિ આવે અને ફેલાય નહિ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.