કામગીરી:જામનગરમાં 90,851 ઘરના સર્વેમાં 270 તાવના કેસ નોંધાયા

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5,03,540 પાત્રોની ચકાસણીમાં 2866માં મચ્છરના પોરા મળી આવ્યા

જામનગર શહેરમાં મનપાની આરોગ્ય શાખા દ્વારા લોકોનાં ઘરે ઘરે જઈ હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરીને કરવામાં આવી રહી છે. આ સર્વેલન્સ કામગીરી મુજબ તા.14 થી 20 નવેમ્બર સુધીમાં 360064 જેટલી વસ્તી અને 90857 ઘરોને આ સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા હતાં.

આ ઘરોમાંથી 503540 જેટલા પાત્રો ચકાસવામાં આવેલ જેમાંથી 2866 પાત્રોમાં મચ્છરના પોરા મળી આવ્યા હતાં. આ પાત્રોમાંથી 1460 જેટલા પાત્રોને ખાલી કરાવ્યા હતાં. 59357 જેટલા પાત્રોમાં એબેટ દવા નાખવાની કામગીરી કરવામાં આવી હતી. સર્વે દરમ્યાન વિસ્તારમાંથી 270 તાવના કેસ મળેલા જેને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.

હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમ્યાન શહેરીજનોમાં વાહકજન્ય રોગ અટકાયત સંબંધિત જાગૃતિ આવે તે માટે દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ વિઝીટ દરમ્યાન પત્રિકા વિતરણ કરવામાં આવી રહી છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયાનાં પોઝીટીવ કેસમાં સંબંધિત વિસ્તારમાં સઘન સર્વેલન્સ દ્વારા તાવના કેસ શોધી કાઢવા, પાણીનાં પાત્રોની ચકાસણી કરી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...