• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • A Supernatural Astronomical Event Will Be Created In The Sky Of Jamnagar On Saturday Afternoon, At 12.48 Pm The Shadow Of The Sun Will Be Detached.

"ઝીરો શૅડો ડે":જામનગરના નભોમંડળમાં શનિવારે બપોરે સર્જાશે અલૌકિક ખગોળીય ઘટના, બપોરે 12.48 મિનિટે સૂર્યનો પડછાયો થશે અલિપ્ત

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા પર આવે ત્યારે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદશ્ય થઈ જાય છે

જામનગરના નભોમંડળમાં શનિવારે વધુ એક ખગોળીય ઘટના સર્જવા જઇ રહી છે. શનિવારે 4 જૂનના દિવસે "ઝીરો શૅડો ડે" તરીકે ઉજવાશે. બપોરના 12.48 મિનિટે સૂર્ય બરાબર માથા પર આવશે ત્યારે લોકોનો પડછાયો એક મિનિટ માટે સંપૂર્ણપણે બંધ થઈ જશે. જેથી 4 જૂન ની "ઝીરો શૅડો ડે" તરીકે ઉજવણી કરાશે.

આ ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા પર આવે ત્યારે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદશ્ય થઈ જાય છે. જેને ઝીરો શૅડો ડે તરીકે ઓળખવામાં આવે છે.

પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભૃમણ કરે છે, અને સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. સૂર્ય હંમેશા એકની એક જગ્યાએ ઊગતો દેખાતો નથી, ઉનાળામાં ઉત્તર તરફ ખસતો દેખાય છે, અને શિયાળામાં તે દક્ષિણ તરફ ખસતો દેખાય છે. સૂર્ય પોતાની ઉત્તર તરફની આકાશીયાત્રા દરમિયાન વધુમાં વધુ ખસીને 23.5 અંશે ઉગ્યા બાદ ફરી દક્ષિણ તરફ ખસવા માંડે છે. તેને દક્ષિણાયન કહેવાય છે. જે 22 જુન આસપાસ હોય છે. આ દિવસે આપણે ત્યાં મોટામાંમોટો દિવસ હોય છે.

સૂર્યની ગતી દરમિયાન પૃથ્વીના કર્કવૃત-(ટ્રોપિક ઓફ સેન્સર) +23.5 અંશ. અને મકરવૃત(ટ્રોપિક ઓફ કેપરિકોન)-23.5અંશ ના વિસ્તારમાં વર્ષ દરમિયાન "ઝીરો શૅડો ડે" બે દિવસ થાય છે.

જ્યારે સૂર્યનું ડેકલિનેશન-ઉંચાઇ અને તે સ્થળના અક્ષાંસ સરખા હોય, જ્યારે સૂર્ય લોકલ મેરિડીયન ને ક્રોસ કરે ત્યારે સૂર્ય કિરણ તે સ્થળે બરાબર લંબ આકારે પડે, ત્યારે ત્યાં થોડી ક્ષણો માટે પડછાયો અદ્શ્ય થઈ જાય છે. અલગ-અલગ સ્થળો માટે અક્ષાંસ મુજબ સૂર્યની બરાબર માથે આવવાની તારીખ અને સમય અલગ-અલગ હોય છે.

જુદા જુદા શહેરોની તારીખ અને સમય નીચે મુજબ છે.દ્વારકા - 2 જુન ;-12.50રાજકોટ - 3 જૂન ;-12.45જામનગર-4જુન;-12.48ધ્રોલ -5 જુન ;-12.47મોરબી -7 જુન ;-12.59ભૂજ - 13 જુન ;-12.51

સૂર્યની દક્ષિણાયન ગતી દરમ્યાન 8 જુલાઈના રોજ ફરીથી જામનગર શહેરમાં ઝીરો શૅડો ડે માણી શકાશે. આ દિવસે જામનગરમાં ફરી થોડી ક્ષણો માટે સૂર્યનો પડછાયો અદ્શ્ય થઇ જશે.

ઉપરોક્ત બંને દિવસો દરમિયાન જામનગરની ખગોળ પ્રેમી જનતાએ સૂર્ય પ્રકાશ નીચે ઊભા રહીને સ્વયંભૂ તેની અનુભૂતિ કરવા, અને આ અલૌકિક ખગોળીય ઘટનાના જાતેજ સાક્ષી બનવા માટેનો જામનગર ખગોળવિદ કિરીટભાઈ શાહ દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...