જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખની વરણીને પડકારતો દાવો અદાલતે રદ કરી વર્તમાન પ્રમુખ લાખાભાઇની તરફેણમાં ચૂકાદો આપતા વિવાદનો અંત આવ્યો છે. એસોસીએશનના 74 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પૂર્વ પ્રમુખે દાવો કર્યો હતો.
વર્ષ-1948માં સ્થાપાયેલી જામનગર ફેકટરી ઓનર્સ એસો. 74 વર્ષથી જામનગરના બ્રાસ ઉધોગકારોના હિતનું પ્રતિનિધિત્વ કરતી અગ્રગણ્ય ઔધોગિક સંસ્થા છે. જેની વર્ષ 2022-2025 ના સત્રના હોદેદારોની ચૂંટણી યોજાઇ હતી. ત્યારબાદ નવા સત્રના કારોબારી સમિતિના સભ્યો અને કો-ઓપ્ટ સભ્યની ઉપસ્થિતિમાં પ્રથમ સભામાં એસોસીએશનના નવા સત્રના હોદેદારોની વરણી કરાઇ હતી.
જેમાં પ્રમુખ પદે લાખાભાઇ કેશવાલાનું એકમાત્ર નામ સૂચવામાં આવ્યું હતું. આથી ચૂંટણીપંચ દ્વારા તેની પ્રમુખપદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આથી પ્રમુખ પદની બિનહરીફ વરણીને પડકારતો દાવો કારોબારી સભ્ય રામજીભાઇ પટેલ સહિત પાંચ વ્યકિતઓએ કરી ચૂંટણીપંચના નિર્ણયને પડકાર્યો હતો.
આ દાવો જામનગરની અદાલતમાં ચાલી જતાં બંને પક્ષકારની રજૂઆત ધ્યાને લઇ ન્યાયાધીશે ઉમેદવારી ગેરકાયદે રીતે નામંજૂર કરવામાં આવી હોય તેવું નથી માટે દાવો દાખલ કરવા માટે કોઇ કારણ મળતું ન હોવાનું ઠેરવી દાવો રદ કરી વર્તમાન પ્રમુખ લાખાભાઇની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.