NDRFની તૈનાતી:ભારે વરસાદની આગાહીના પગલે જામનગરમાં એક ટીમ બોટ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી

જામનગર3 મહિનો પહેલા
  • સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા ટીમને તૈનાત કરવામાં આવી

જામનગર જિલ્લામાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહીના પગલે NDRFની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદના કારણે સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા બોટ સાથે NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત વર્ષે શહેરમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાન પર રાખી NDRF દ્વારા જામનગરમાં એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેના ઈન્સપેક્ટરે રાજેશ મહાલવાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી.

રાજેશ મહાલવા, ઇન્સ,એનડીઆરએફ,જામનગર જણાવ્યું હતું કે,જ્યારે જામનગરમાં હતી ભારે વરસાદને કારણે એન ડી આર એફ ની એક ટીમ જામનગર માટે તૈનાત કરવામાં આવી છે. જ્યારે જામનગરમાં કોઈપણ પ્રકારના ફલડની સ્થિતિ ઉત્પન થાય છે ત્યારે એન ડી આર એફ ની ટીમ 24 કલાક એલર્ટ મોડમાં છે.તેમજ અમારી પાસે ફ્લડ ને લગતી તમામ સામગ્રીઓ ઉપલબ્ધ છે જેમાં એફ.ડબલ્યુ.આર, મેડિકલ ની એમ.એફ.આર, બિલ્ડીંગ કોલેસ્ટેર ની સાધન સામગ્રી પણ ઉપલબ્ધ છે.તેમજ ફ્લડની સ્થિતિ ઉત્પન થાય તો અમારી પાસે બોટ જેના દ્વારા અમે લોકોને રેસ્ક્યુ કરીને બચાવ કામગીરી હાથ કરીએ છીએ.તેમજ લાઈફ જેકેટ અને મેડિકલ વસ્તુ પણ અમારી પાસે ઉપલબ્ધ છે જેથી અમે લોકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવી શકીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...