સખાવત:હડિયાણા કન્યા શાળાના વર્ગખંડમાં દાતાઓના સહયોગથી સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી

હડિયાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું

જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળામાં આ.રો. પ્લાન્ટનું લોકાર્પણ અને શાળાના દરેક વર્ગખંડમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. ઉપરાંત શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા તમામ દાતાઓનો સન્માન કરવામાં આવ્યું હતુ. જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળામાં રવિવારે મૂળ હડિયાણા નિવાસી અને હાલ મુંબઈ દાદરમાં રહેતા મહેન્દ્રકુમાર તારાચંદભાઈ મહેતાના સહયોગથી શાળાને દાનમાં આપેલ આ.રો પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જેમાં મહેતા પરિવારમાંથી પંકજભાઈ મહેન્દ્રકુમાર મહેતા, પારસભાઈ મહેન્દ્રકુમાર મહેતા તથા આદર્શભાઈ વિનોદરાય મહેતા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મ.શિ. સી.ઓ.ધમસાણીયા અને અલ્પેશભાઈ પિતામ્બરભાઈ કગથરા દ્વારા શાળાના દરેક વર્ગખંડમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ તમામ દાતાઓનોનું હડીયાણા કન્યા શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં ગામના સરપંચ જયસુખભાઈ પરમાર, અધ્યક્ષ રાકેશભાઈ પરમાર, શિક્ષણવિદ વશરામભાઈ કાલાવડીયા, અશ્વિનભાઈ લીંબાણી, મંદિર ના પુજારી સુભાષભાઈ કુબાવત, અશોકભાઈ ગડારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષિકા દેવાંગીબેન બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અરવિંદ એન. મકવાણા દ્વારા તમામ દાતાઓ તથા ઉપસ્થિત સૌ મહેમાનનો હડિયાણા કન્યા શાળા પરિવારવતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...