તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્દિક પટેલનો રોડ શો:હાર્દિક પટેલે જામનગરના વોર્ડ નંબર 12માં રોડ શો યોજ્યો, ગુલાબના ફૂલોનો વરસાદ કરી હાર્દિકનું સ્વાગત

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોડ શોના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે...તે પહેલા આજે કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જામનગરના વોર્ડ નંબર 12માં રોડ શો યોજ્યો હતો.કૉંગ્રેસના ગઢ સમાન વોર્ડ નંબર 12માં આવેલા હાજીપીર ચોકથી કાલાવડ નાકા બહાર સુધીના રસ્તા પર રોડ શો યોજવામા આવ્યો હતો.રોડ શો દરમિયાન વોર્ડ નંબર 12ના મતદારોએ ગુલાબોના ફૂલોનો વરસાદ કરી હાર્દિક પટેલનું સ્વાગત કરાયું હતું.

રોડ શોમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ જોડાતા કાલાવડ નાકાથી દરબાર ગઢ સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.આ સમયે ઢોરનું એક ટોળું લોકોની વચ્ચે ઘૂસી આવતા નાસભાગ મચી હતી. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી.રોડ શોમાં ધારાસભ્ય વિક્રમ માડમ, પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી સહિત કૉંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો