નરારા ટાપુને કોરોના કાળ નડ્યો:પ્રવાસીઓમાં ધરખમ ઘટાડો, 2 વર્ષમાં માત્ર 1 જ વિદેશી પર્યટક

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બર મહિના સુધીમાં ફકત 4502 મુલાકાતીઓએ દરિયાઇ જીવસૃષ્ટિ નિહાળી

જામનગરમાં કોરોના કાળને કારણે નરારા ટાપુની મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. ચાલુ વર્ષે નવેમ્બર મહિના સુધીમાં કુલ 4502 ભારતીય મુલાકાતીઓએ દરિયાઇ જીવસૃષ્ટિ નિહાળવાનો લાભ લીધો છે. પરંતુ એક પણ વિદેશી પ્રવાસીએ નરારા ટાપુની મુલાકાત લીધી ન હતી તેમ મરીન નેશનલ પાર્ક અધિકારીઓએ જણાવ્યું હતું.

જામનગરમાં નરારા રિફ (ટાપુ) દરિયાઈ જીવસૃષ્ટિ ધરાવતા વિસ્તારોમાં પર્યટનની સાથે પ્રાકૃતિક શિક્ષણ પ્રાપ્ત કરવા માટે એક આગવું સ્થાન ધરાવે છે. અહીં પ્રવાસી માટે દરિયાના પક્ષી જેવા કે સુરખાબ, શંખલો, કાંકણસાર, ઉલટી ચાચ, વનસ્પતિની અલગ-અલગ જાત તથા ભરતી ઓટના વિસ્તારોમાં આ સમયે પગે ચાલતા અનેક રંગીન દરિયાઈ જીવ આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે નરારા ટાપુ 16 ઓક્ટોબરથી 15 જૂન સુધી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવે છે.

ટાપુની ભારતીય સહિત વિદેશી પ્રવાસીઓ તેમજ શાળાના બાળકો મુલાકાત લઇ દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવાનો લાભ લે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ વર્ષ નવેમ્બર મહિના સુધીમાં કુલ 4502 ભારતીય મુલાકાતીઓએ દરિયાની જીવસૃષ્ટિનો નિહાળવાનો લાભ લીધો છે. જ્યારે એક પણ વિદેશી પ્રવાસીઓએ નરારા ટાપુ ની મુલાકાત લીધી ન હતી.

બીજી બાજુ શહેરમાં કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગર શહેરમાં નોંધાયો હતો. આથી લોકો સંક્રમણના ડરથી ભીડ ભાડ વાળી જગ્યામાં ઓછું જવાનું પસંદ કરે છે. તેમ જામનગરના આરએફઓ જણાવ્યું હતું.

ફેક્ટ ફાઇલ | 3 વર્ષના પ્રવાસીની સંખ્યા

વર્ષભારતીયવિદેશી
2018-1933024142
2019-2028448111
2020-21169691
2021-2245020

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...