ઘરઆંગણે સુવિધા:દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ સ્થળેથી વિવિધ વિભાગોની અંદાજીત 56 જેટલી સેવાનો લાભ મળશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરીકોને સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો અવિરત લાભ મળતો રહે અને વહીવટીમાં કાર્યક્ષમતા, પારદર્શતા અને સંવેદનશીલતાને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નોનો નિકાલ અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે મળી રહે માટે જિલ્લાના દરેક તાલુકા અને નગરપાલિકાઓમાં શહેરી તથા ગ્રામ્ય કક્ષાએ “સેવાસેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.22/10ના રોજ ખંભાળીયા તાલુકાના માધુપર ગામ અને ખંભાળીયા નગરપાલિકા તથા સલાયા નગરપાલિકા, ભાણવડ તાલુકાના મોરઝર ગામ, દ્વારકા તાલુકાના મોજપ ગામ અને કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામ તથા જામરાવલ નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

જિલ્લામાં શહેરી-ગ્રામ્ય કક્ષાએ યોજનાર સેવાસેતુ કાર્યક્રમ દરમ્યાન આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ-પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરુ સહાય યોજના, ફીશીપકાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, ઉંમરનો દાખલો, ડાયાબીટીસ અને બ્લડ પ્રેસરની ચકાસણી, વીજ જોડાણની અરજીઓ, વ્યવસાય વેરા અરજી, જનધન યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃધ્ધી યોજના, લર્નીંગ લાયસન્સ, બસ કન્સેશન પાસ, મહેસૂલ વિભાગની ૭/૧૨, ૮-અ, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, કુટુંબિક સહાય યોજના, વારસાય અરજી સહિતની સરકારના વિવિધ વિભાગોની આશરે ૫૬ જેટલી સેવાઓનો લાભ નાગરીકોને તેમના રહેઠાણના નજીકના સેવાસેતુ કાર્યક્રમના સ્થળ પર જ પ્રાપ્ત થશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ તાલુકામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ જુદા જુદા કુલ ૩૫ જેટલા સેવાસેતૂ કાર્યક્રમોનું આયોજન થકી જિલ્લાના નાગરીકોને તેમના રહેઠાણના નજીકના સ્થળે જ જનસુખાકારી અને પ્રજાલક્ષી યોજનાઓ અને સેવાઓનો લાભ ઉપલબ્ધ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...