માર્ગદર્શક સેમિનાર:જામનગરના  મોરકંડા ખાતે ફાયર શાખા દ્વારા સેમિનારનું આયોજન, ફાયરની સેવાઓ વિશે જરૂરી માર્ગદર્શન અપાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરની ગવર્મેન્ટ કોલેજના એન. એન. એસ. યુનિટ દ્વારા મોરકંડા ખાતે સ્પેશિયલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં જામનગર મહાનગરપાલિકાના અધિકારી દ્વારા ફાયરની સેવાઓ વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ગવર્મેન્ટ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે એન. એન. એસ. યુનિટ દ્વારા ગત સપ્તાહ દરમિયાન તા. 26 થી તા.1/1/2023 દરમિયાન સ્પેશિયલ કેમ્પનું મોરકંડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે "આપાતકાલીન પરિસ્થિતિમાં ફાયર સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો" તે સહિતની માહિતી સેમિનારના સ્થળ પર ફાયર શાખાના અધિકારીએ રજૂ કરી હતી.

આ તકે ફાયર શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તેમજ જામનગરમાં ફાયર વિભાગ દ્વારા તમામ સ્કૂલોમાં સેમિનાર યોજવામાં આવે છે. જેના થકી બાળકોને ફાયર બ્રિગેડના સાધનોની જાણકારી મળે છે. ફાયર સિસ્ટમનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે સેમિનાર યોજી બાળકોને આગ લાગે તો તાત્કાલિક ફાયર સિસ્ટમથી કેવી રીતે બુજાવી શકાય તે પ્રેક્ટીકલ કરી બાળકોને સમજાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...