વિવાદ:જામનગરમાં વિવાદના વંટોળ વચ્ચે નથુરામ ગોડસે પર સેમિનાર સંપન્ન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીજીના હત્યારા ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની હિન્દુ સેનાએ જાહેરાત કર્યા પછી આ મામલે સતત વિવાદ ઉઠતા રહ્યા છે
  • આઝાદી પહેલા રાષ્ટ્ર-ધર્મ માટે કરેલા કાર્યો પર સેમિનાર આધારિત હતો

જામનગરમાં તા. 15 નવેમ્બરે ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની હિન્દુ સેનાએ જાહેરાત કર્યા પછી આ મામલે સતત વિવાદ ઉઠતા રહ્યા છે અને પ્રશાસન પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એવા સમયમાં હિન્દુ સેનાએ તાજેતરમાં ગોડસે ઉપર એક સેમિનાર પણ યોજી નાખ્યો હતો.

જામનગરમાં અનેક વિઘ્નો અને વિવાદ વચ્ચે પણ ગોડસે પર સેમિનાર નું આયોજન કરેલ હતું. જેમાં મર્યાદિત જ સંખ્યા રાખવાની હતી. આ સેમિનારમાં ગોડસેનું છેલ્લું સ્ટેટમેન્ટ તેમજ આઝાદી પહેલા રાષ્ટ્ર અને ધર્મ માટે કરેલા કાર્યો તેમજ આજના યુવાનોની ગોડસે પ્રત્યેની દ્રષ્ટિને બદલાવવી, અને પોતાને મળેલી સજા પ્રત્યે પોતાનું વલણ શું રહ્યું હતું... વગેરે માહિતી સાથે સેમિનારમાં ભાગ લેતા નાગરિકોને હિન્દુ સેના સૌરાષ્ટ્ર યુવા અધ્યક્ષ મયુર પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન મળેલ હતું. જેમાં ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તેમજ શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારમાં ખાસ મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્રથી આવેલા અને સેમિનારને નિહાળી પોતાની ગોડસે પ્રત્યેની લાગણીથી ગળગળા થઈ ગયા હતા. સેમિનારનું સંચાલન રવી શાસ્ત્રીએ કર્યું હતું તેમજ સેમિનાર ને સફળ બનાવવા મયુર ચંદન, માધવ પૂંજાણી, દેવું આંબલીયા, પરિમલ પરમાર સહિતના સૈનિકોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...