ફરિયાદ:જામનગરમાં ઘરમાં ઘૂસી મહિલા સાથે ઝપાઝપી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તોડફોડ પણ કર્યાની 4 સામે રાવ: કાલાવડમાં બે પરિવાર વચ્ચે બધડાટી બોલી, સામસામી પોલીસ ફરિયાદ

જામનગરના ખોજા ચકલા વિસ્તારમાં મહિલાના ઘરમાં ધૂસી મહિલા સાથે ચાર શખસે ઝપાઝપી કરી ધરમાં તોડફોડ કરી હતી. બનાવની સપ્તાહ બાદ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જામનગરના ખોજા ચકલા વિસ્તારમાં આવેલી પીલુડી શેરીમાં રહેતા ઝરીનાબેન હારૂનભાઈ ડાકોરા ગત તા.25 ના રાત્રે ઘેર હતાં ત્યારે રફીક રજાક મન્સુરી, શબ્બીર યુસુફ પીઠડીયા, અબ્દુલકાદર શબ્બીર તથા રફીક ઉમર નામના ચાર શખસો ધસી આવ્યા હતાં અને ઝરીનાબેનના ઘરમાં ધૂસી ગયા હતાં. બાદમાં ચારેય શખસોએ ઝરીનાબેન સાથે ઝપાઝપી કરી ઘરમાં રહેલો સામાન તોડી નાખી ગાળો ભાંડી ધમકી આપી હતી. બનાવ અંગે ઝરીનાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખસો સામે હુમલા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કાલાવડના કૈલાસનગર પાસે આવેલા કોળીપાડામાં રહેતા ભીમાભાઈ રૂપાભાઈ સાગઠીયા બુધવારે રાત્રે તેમના ઘર પાસે હતા ત્યારે ગૌતમ કાનજીભાઈ સાગઠીયાએ છરી બતાવી ગાળો ભાંડી પોતે દવા પી ભીમાભાઈ સામે ફરીયાદ કરશે તેવી ધમકી આપી હતી. અગાઉ વાલીબેન ગોગનભાઈ સોરઠીયાએ પોલીસમાં ગૌતમ કાનજીભાઈ સામે ફરીયાદ નોંધાવી હતી. એ ફરીયાદમાં તમે સાથ કેમ આપ્યો? તેમ કહી ગઈરાત્રે ગૌતમે આ કૃત્ય આચર્યાનું ભીમાભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જાહેર થયું છે.

જેની સામે મનીષાબેન ગૌતમભાઈ સાગઠીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર એકાદ વર્ષ પહેલા હરસુખભાઈ ભીમાભાઈ સાગઠીયાએ તેણી પાસેથી પોતાના ઘરેણા ગીરવે મુકી રૂ.50 હજારની રકમ હાથ ઉછીની લીધી હતી. તે રકમની મનીષાબેને માંગણી કરતા હરસુખ ભીમાભાઈ, માવજી ભીમાભાઈ, રસીક ભીમાભાઈ, ગોવિંદ રૃપાભાઈ, ભીખાભાઈ મેઘાભાઈ, વિશાલ રામજીભાઈ સાગઠીયાએ ધોકા વડે મનીષાબેનના પતિ ગૌતમ પર હુમલો કરી ગાળો ભાંડી ધમકી આપી તેઓની મોટરનો કાચ ફોડી નાખ્યો હતો. આથી પોલીસે 6 શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...