હુમલો:જામનગરમાં ટ્રાવેર્લ્સમાં પેસેન્જર મામલે બોલાચાલી કરી હુમલો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાવેર્લ્સ ધંધાથી બંધુ પર છરી-પાઇપ વડે હુમલો,8 સામે ગુનો નોંધાયો

જામનગરમાં એસ.ટી.રોડ પર પેસેન્જર ભરવા બાબતે ટ્રાવેર્લ્સના બે ધંધાર્થી વચ્ચે બોલાચાલી બાદ તેનો રાખી ટ્રાવેર્લ્સ સંચાલક બંધુ અને તેના પિતા પર છરી,પાઇપ,ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા કર્યાની ફરીયાદ આઠ સામે નોંધાઇ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આશાપુરા સોસાયટીમાં રહેતા અને ટ્રાવેર્લ્સનો વ્યવસાય કરતા દિપકભાઇ વિરમભાઇ ધારાણી નામના યુવાને પોતાના તથા તેના ભાઇ અને પિતા પર એકસંપ કરી છરી,પાઇપ,ધોકા વડે હુમલો કરી તેના ભાઇને ગંભીર તથા પોતાને ફ્રેકચર તથા પિતાને નાની મોટી ઇજા કર્યાની ફરીયાદ રાયા મસુરા, રમેશ મસુરા, ભરત મસુરા અને વનરાજસિંહ જાડેજા તેમજ ચાર અજ્ઞાત શખસ સામે નોંધાવી છે.

ભોગગ્રસ્ત અને આરોપી રાયા મસુરા વચ્ચે ટ્રાવેર્લ્સના પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખીને ગેરકાયદે મંડળી રચી તમામે એકસંપ કરી આ જીવલેણ હુમલો કર્યો હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.જેમાં સીટી એ પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...