વિવાદ:લાલ બંગલા સર્કલમાં આવેલ આધારકાર્ડ સેન્ટર ઉપર મહિલાઓ વચ્ચે દંગલ મચ્યું

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૈસાની લેતી-દેતી કર્યાં બાદ 2 હજાર દીધા છતા કાર્ડ “ન” મળતા મામલો બિચક્યો

જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટર ઉપર મહિલાઓ દ્વારા આધારકાર્ડ બનાવવા બાબતે ડખો થતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા વાત એટલી હદે વણસી કે મહિલાઓએ એકબીજાને બટકા અને ઝાપટો સાથે માર માર્યો હતો અને ગાળોની રમઝટ વચ્ચે દેકારો બોલતા લોકોના ટોળા એકઠા થયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના લાલ બંગલા સર્કલ ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટર ઉપર આધાર કાર્ડ બનાવવા બાબતે મહિલાઓ અને દલાલ વચ્ચે લેતી દેતી થઈ હતી અને કાર્ડ બનાવવા રૂપિયા બે હજારનો વહીવટ થયો છતાં કાર્ડ ન બનાવી દેતા મામલો બિચક્યો હતો અને મહિલાઓ સામ સામે આવી ગઈ હતી. એકબીજાને બટકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા હતા અને દલાલની બાઇક પણ તોડી નાખી હતી. હાલ તો આ મુદાએ જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે. કોઈ રાહદારી દ્વારા પોલીસને જાણ પર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...