તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગમખ્વાર અકસ્માત:જામનગરની ઠેબાચોકડી પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં રિક્ષા પડીકું વળી ગઈ, પતિ-પત્નીના ઘટનાસ્થળે મોત, 6ને ગંભીર ઈજા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગરની ઠેબાચોકડી પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં રિક્ષા પડીકું વળી ગઈ હતી. - Divya Bhaskar
જામનગરની ઠેબાચોકડી પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં રિક્ષા પડીકું વળી ગઈ હતી.
  • ઈજાગ્રસ્તોને 108 મારફત જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા

જામનગરની ઠેબાચોકડી પાસે આજે ગુરુવારે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. ઇકો કાર અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં પતિ-પત્નીના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે 6 વ્યક્તિ ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં રિક્ષાનું પડીકું વળી ગયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા.
ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા.

અકસ્માતથી લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં
જામનગર નજીક બાયપાસ રોડ પર આવેલી ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં મોડપરના પ્રેમજીભાઈ અને તેમના પત્ની સવિતાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, પતિ-પત્ની જામનગરમાં રહેતા તેમના પુત્રને મળવા જતા હતા. જ્યારે છ વ્યક્તિને ઇજા પહોંચતાં તાત્કાલિક 108માં જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં તેમજ અકસ્માતથી ટ્રાફિકજામ થયો હતો.

નાની બાળકીને ઇજા પહોંચી.
નાની બાળકીને ઇજા પહોંચી.

ગઇકાલે રાજકોટમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં યુવાનનું મોત નીપજ્યું હતું
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગઇકાલે કારના શો રૂમ સામે ઓવરબ્રિજ પર ટ્રકે બાઈકને ટક્કર મારતાં બિહારના સતીષકુમારસિંગ (ઉં.વ.35)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના મિત્રને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેણે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

મહિલાને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ.
મહિલાને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ.

(હસિત પોપટ, જામનગર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો