સમીક્ષા બેઠક:જામનગર મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યૂ મીટીંગ યોજાઈ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય કુમાર ખરાડીની અધ્યક્ષતામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કરવામાં આવતી 'વન ડે વન વોર્ડ' સઘન સફાઈ કામગીરી બાબતે રીવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં કામગીરી બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત UNDP દ્વારા કરવામાં આવતી 'જન જાગૃતિ કાર્યક્રમો' અંગેના રીવ્યુ લેવામાં આવ્યા હતા.

જન જાગૃતિ દ્વારા વધુમાં વધુ લોકો સ્વચ્છતામાં સાથ-સહકાર આપે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સ્વચ્છતા સર્વેક્ષણ-2023 સબબ થયેલ કામગીરી અને આગામી આયોજનોની કામગીરી બાબતે સૂચના આપવામાં આવી હતી. આ મીટીંગમાં કમિશનર, કાર્યપાલક ઈજનેર મુકેશ વણવા, નાયબ ઇજનેર દીપક શિંગાડા, તમામ ઝોનલ ઓફિસર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના તમામ ઈજનેર તેમજ UNDPના પ્રતિનધિઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...