જામનગર જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ઓબ્ઝર્વર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. આ ઓબ્ઝર્વરઓ દ્વારા જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ચૂંટણી લક્ષી કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરી જિલ્લામાં થયેલી ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે બાબતોની ઝીણવટભરી સમીક્ષા
તેઓએ વિધાનસભા બેઠક વાર મતદારોની પ્રોફાઈલ, પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ તથા વિવીપેટની થયેલ ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઇવીએમ રૂટ તથા ઇવીએમ સંબંધીત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગે વાહનોની ફાળવણી, સ્ટ્રોમ રૂમ વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
ઓછું મતદાન થયું હોય ત્યા મતદાન જાગૃતિ કાર્યક્રમો માટે સૂંચન
બેઠકમાં ઓબ્ઝર્વર સુધીર કુમારે જણાવ્યું હતું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ તથા ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ હોવી જરૂરી છે. ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા સ્થળોએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજી વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં સૌ સાથે મળી કામગીરી કરીએ.
જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, વિજય પ્રણવ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી, શહેર પ્રાંત અધિકારી ડી.ડી.શાહ વગેરેએ ઓબઝર્વરઓને ઝીણવટભરી ચૂંટણીલક્ષી બાબતો તથા કામગીરીથી વાકેફ કર્યા હતા. બેઠકમાં વિવધ સમિતિના નોડલ અધિકારીઓ, આસિસ્ટન્ટ નોડલ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.