કોરોના:જામનગર જિલ્લામાં આજે નવા 103 કેસ, એક્ટિવ કેસનો આંક 550ને પાર પહોંચ્યો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં 79 કોરોના પોઝિટિવ નોંધાયા અને 20 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા
  • જીલ્લામાં 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા અને 2 દર્દીઓ કોરોના અને માત આપવામાં સફળ

જામનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા 103 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. શહેર માં 79 કોરોના કેસ આવ્યા જિલ્લામાં હવે કોરોના પોઝિટિવ 24 કેસ આવ્યા જયારે એક્ટિવ સંખ્યા વધીને 550 થી વધુ પર પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.

જામનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 103 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 550 ને પાર પહોંચી ચૂકી છે.

જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટના પણ 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ શરૂ કરાયો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 6 લાખ 05 હજાર 528 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 5 લાખ 38 હજાર 112 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

જામનગરમાં સતત 6 દિવસથી કડીયાવાડ સહિત અન્ય વિસ્તારોમાં વેપારીઓનું આરોગ્યની ટીમ દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શાકમાર્કેટમાં આજે સવારે મહાનગરપાલિકા દ્વારા કોરોના પરીક્ષણ માટે ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અને 180 થી વધુ વિક્રેતાઓ કોવિડ સેમ્પલો લેવાયા છે અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. છ દિવસ દરમિયાન 1 હજારથી વધુ સેમ્પલો લેવાયા છે. જોકે હજુ સુધી કોઈ ના પોઝિટિવ રિપોર્ટ મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...