નારી વંદન ઉત્સવ:જામનગરમાં કિશોરીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે સમાજમાં જાગૃત્તિ લાવવા રેલી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નારી વંદન ઉત્સવ અંતર્ગત વ્હાલી દિકરી યોજનાના હુકમો પણ એનાયત કરવામાં આવ્યા
  • જી. જી. હોસ્પિટલમાં જન્મેલ બાળકીઓને આવકારી વધામણા કીટ અર્પણ કરાઇ

રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્રારા તા. 1 થી 7 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે. જેમા મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતુત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા અને બાળ આરોગ્ય દિવસ જેવી થીમ પર વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત જામનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જી.જી. હોસ્પિટલમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન પરમારના અધ્યક્ષ સ્થાને બેટી બચાવો બેટી પઢાઓ દિનની ઉજવણી કરાઇ હતી. જી. જી. હોસ્પિટલમાં જન્મેલ નવજાત બાળકીઓને દિકરી વધામણા કીટ આપીને આવકારવામાં આવેલ તથા તેમનાં વાલીઓને દીકરીની યોગ્ય કાળજી અને સંભાળ લેવા સમજાવવામાં આવેલ તથા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી આગળ વધારવા પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.

સાથે સાથે તમામ દીકરીઓને સરકારની વ્હાલી દીકરી યોજનાના ફોર્મનું વિતરણ કરાયું હતું તથા વ્હાલી દીકરી યોજનાના મંજુર થયેલ લાભાર્થીઓને હુકમ વિતરણ કરવામાં આવ્યાં હતાં. સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત બાળકો માટે સ્તનપાનના મહત્વ વિશે માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ દિનની ઉજવણી અંતર્ગત કિશોરીઓ દ્રારા રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા બેટી બચાવો બેટી પઢાઓના સુત્રોચાર સાથે સમાજમાં જાગૃતી લાવવા પ્રયાસો કરવામાં આવેલ.

કાર્યક્રમમાં જી.જી. ના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા ડૉ. નલિની આનંદ, ડૉ. મોના ગાંધી, અને નિતા રાડા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશ ભાંભી, પ્રોગ્રામ ઓફીસર બિનલ સુથાર, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી તથા સોનલ વર્ણાગર, મહિલા શક્તિ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર, આઇસીડીએસ કચેરી, જિલ્લા પંચાયતના તથા હોસ્પીટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...