ધરપકડ:પટેલ કોલોનીના એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 408 ચપટા ઉતારી જનારા શખસને ફરાર જાહેર કરાયો
  • આદેશ્વર​​​​​​​ રેસિડેન્સીની બી વીંગના પાર્કિંગમાં પોલીસે પગટી

જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નંબર નવમાં આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી પોલીસે અંગ્રેજી શરાબના 408 ચપટા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. તેણે આ જથ્થો પોતાના ભાગીદાર સાથે મળી વેચાણ માટે મંગાવ્યાની કબૂલાત કરી છે. જેથી પોલીસે ભાગીદારની શોધખોળ સાથે દારૂ પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર નવ અને રોડ નંબર બેમાં આવેલા આદેશ્વર રેસિડેન્સીની બી વીંગના પાર્કિંગમાં પોલીસે દરોડો પાડતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના 180 એમએલના 408 ચપટા સાથે તે એપાર્ટમેન્ટના ફલેટ નંબર 502માં રહેતો સહદેવ ઉર્ફે શક્તિ મનહરદાન ઈસરાણી (ઉ.વ.35) નામનો શખસ મળી આવ્યો હતો.

અંદાજે રૂા.40,800ની કિંમતના ચપટા સાથે શક્તિની અટકાયત કરી પોલીસે પૂછપરછ કરતા તેણે આ જથ્થો શાંતિનગરની શેરી નંબર બેમાં રહેતા ભૂરા ઉર્ફે ધર્મરાજસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા સાથે મળીને વેચાણ માટે મંગાવ્યો હોવાની અને ભૂરો આ જથ્થો ઉતારીને જતો રહ્યો હોવાની કેફીયત પોલીસને આપી હતી. આથી સીટી-બી પોલીસે બન્ને સામે ગુન્હો નોંધી ભૂરાની શોધ શરૂ કરી છે. પો. કો. શિવભદ્રસિંહે ખુદ ફરિયાદી બની ગુન્હો રજિસ્ટર કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...