કાર્યવાહી:શહેરમાં નકલી તમાકુનો 1 લાખનો જથ્થો ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણજીતસાગર રોડ પર મકાનમાં દરોડો
  • ભેળસેળ કરી ખોટી પ્રિન્ટ લગાવાતી હતી

જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂ.1 લાખની કિંમતનો નકલી તમાકુનો જથ્થો પકડી પાડતા ચકચાર જાગી છે. પોલીસ તપાસમાં તમાકુમાં ભેળસેળ કરી ખોટી પ્રિન્ટ લગાવામાં આવતી હોવાનું ખૂલ્યું છે.

જામનગરમાં રણજીતસાગર રોડ બાયપાસ નજીકના વિસ્તારમાં એક શખસ દ્વારા મકાનમાં નકલી તમાકુ બનાવામાં આવી રહ્યાની જાણ કંપનીને મળી હતી. આથી કંપનીએ આ દિશામાં કાર્યવાહી કરી પોલીસની મદદ લીધી હતી. આથી પોલીસે આ હકીકત પરથી રણજીત સાગર રોડ પર તપાસ હાથ ધરી હતી.

આ દરમ્યાન બાતમી મળતા ભાવિક નામના શખસના મકાનમાં દરોડો પાડયો હતો. જેમાં બાગબાન તમાકુમાં ભેળસેળ થતી હોવાનું ખૂલ્યું હતું. આટલું જ નહીં તમાકુના ડબલા પર ખોટી પ્રિન્ટ લગાવામાં આવતી હતી. આથી પોલીસે નકલી તમાકુ મિશ્રિત કરેલો તમાકુનો એકાદ લાખ રૂપિયાનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે કોપી રાઇટ એકટ મુજબ ભાવિક નામના શખસ સામે કાર્યવાહી હાથ ધરી આ શખસ કેટલા સમયથી અને કોને કોને નકલી તમાકુ સપ્લાય કરતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...