ખંભાળિયા-સલાયા ડ્રગ્સકાંડ:ડ્રગ્સનો જથ્થો સલાયાના શક્તિનગર દરિયાકાંઠે ઉતાર્યો’તો; સાતમી નવેમ્બરે પાકિસ્તાન સરહદેથીડ્રગ્સ લીઘુ, કારથી રહેણાંક મકાનમાં ખસેડાયું

જામનગર/ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેરાફેરીમાં ઉપયોગ લેવાયેલ બોટ અને કાર - Divya Bhaskar
હેરાફેરીમાં ઉપયોગ લેવાયેલ બોટ અને કાર
  • હાલારના ઈતિહાસમાં માદક દ્રવ્યોનો સૌથી મોટો કરોડોની કિંમતનો જંગી જથ્થો ઠાલવવાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાના આરાધના ધામ અને સલાયામાં જુદા જુદા દરોડામાં પોલીસે રૂ.315 કરોડની કિ઼મતનો ડ્રગસનો 63 કિલોથી વધુ જથ્થો કબજે કરી ત્રણ આરોપીને દબોચી લીઘા હતા જેની પુછપરછમાં વધુ બે માછીમારના નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી જેના રીમાન્ડ મેળવી સધન પુછતાછ હાથ ધરી છે. મુંબઇના શાકભાજીના વેપારી સજજાદ ઉપરાંત ડ્રગ્સ પુરુ પાડનાર સલાયાના સલીમ કારા અને અલીકારાને પોલીસે પકડી પાડી તેના નવ દિવસના રીમાન્ડ મેળવી સધન પુછતાછ હાથ ધરી છે.

પોલીસ પુછપરછમાં ડ્રગ્સ કાંડની સનસનીખેજ વિગતો સામે આવી રહી છે.આરોપી સલીમ અને અલીએ રુપેણ બંદરેથી ફારૂકી-1 નામની બોટ તાકિદે ખરીદીને ગત તા.29મીના રોજ બે માછીમાર સલીમ જશરાયા અને ઇરફાન જશરાયાને માદક પદાર્થનો જથ્થો લાવવા માટે રવાના કર્યા હોવાનુ ખુલ્યુ હતુ. જે આરોપીએ ગત તા.7ના આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક પાક સરહદ પાસે પાકિસ્તાની બોટ સાથે વાયરલેસ સેટથી સપંર્ક કર્યો હતો. જે બાદ પાક.બોટના માફીયાઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવીને માતબર જથ્થો માછીમારી જાળ નીચેના ભાગે છુપાવી સલાયાના શકિતનગર દરીયાકાંઠે તા.9મીના રોજ પરત પહોચ્યા હતા.

ત્યારબાદ આરોપી સલીમ કારાનો સંપર્ક કરતા તેણે કાર મારફતે માદક પદાર્થનો જથ્થો રહેણાંક ખાતે ખસેડયો હોવાનુ તપાસમાં બહાર આવ્યુ હતુ. જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગ દર્શન હેઠળ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આમ , ડ્રગ્સ પ્રકરણમાં રિમાન્ડ પુરી થયા બાદ કોઈ નવા ધડાકા થાય તો નવાઈ નહિ.

અન્ય સમાચારો પણ છે...