ચેકીંગ:શહેરમાં પ્રતિબંધિત 13 કીલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાની ટીમો દ્વારા જુદા જુદા 20 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ

જામનગર મહાનગરપાલિકાની ટીમો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ સામે અવિરત ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં જુદા જુદા વીશ ધંધાર્થીઓ-વેપારીઓને ત્યાં ચેકિંગમાં મનપાએ 13 પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી હતી.

પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલ 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ પ્રતંબંધિત છે.જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવી હતી.

જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોના 20 /વેપારીઓ પાસેથી 13 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને રૂ. 7,800નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી જપ્તીકરણ / દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્ડરોની મિલ્કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ / ધંધાર્થીઓ / દુકાન ધારકોને તાકીદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...