પેપર લીક મામલે ધરણાં:જામનગર કૉંગ્રેસ દ્વારા ધારાસભ્યની હાજરીમાં લાલ બંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન યોજાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેડ કલાર્કની પરીક્ષા આપનારા એક યુવક દ્વારા આપવીતી જણાવવામા આવી

ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજરોજ જામનગરના લાલબંગલા સર્કલ ખાતે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે હાથમાં પોસ્ટર તેમજ સૂત્રોચ્ચાર દ્વારા પેપર લીક મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે લાલબંગલા સર્કલ ખાતે ધરણા સૂત્રોચાર કાર્યક્રમ થઈ રહ્યો હતો ત્યારે એક બેરોજગાર યુવાન આવેલ હતો. જે હેડ ક્લાર્કની પરીક્ષા આપેલ હતી તે યુવાન ધોરાજી રહે છે અને જામનગર નગરપાલિકાનું કામસર આવ્યો હતો ત્યારે ધરણા થઇ રહ્યા હતા ત્યારે કોંગ્રેસી ધારાસભ્ય અને કોંગ્રેસી નેતા અને પેપર લીક મુદ્દે રજૂઆત કરી હતી.

ધોરાજીથી જામનગર કામસર આવેલા જયદીપ સોલંકી નામના યુવકે પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સ્થળ પર જઈ પોતાની આપવીતી જણાવી હતી. જયદીપ સોલંકીએ પોતાની વ્યથા ધરણા પ્રદર્શન સ્થળ પર ધારાસભ્ય વિક્રમ માડમ સમક્ષ રજૂ કરી હતી.

વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર કૉંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મનપાના નેતા વિપક્ષ અલ્તાફ ખફી અને મહાનગરપાલિકાના કોર્પોરેટર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...