તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જામનગરના ગોપ ગામ પાસે ખાનગી બસ પલ્ટી મારી, 15થી વધુ મુસાફરો ઘાયલ, એક બાળકીનું મૃત્યું

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મુસાફરોની હાલત ગંભીર
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં
  • બસને ક્રેઇન વડે સીધી કરવામાં આવી

લાલપુર-જામજોધપુર માર્ગ પર ગોપ ગામના પાટિયા નજીક શુક્રવારે એક ખાનગી બસ પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં એક માસુમ બાળકીનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અન્ય દશથી વધુ ખેત મજુરોને નાની મોટી ઇજાઓ થતા તાકિદે જુદી જુદી ચાર 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લાલપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર લાલપુર-જામજોધપુર ઘોરીમાર્ગ પર ગોપ પાટિયા પાસેથી શુક્રવારે એક ખાનગી ટ્રાવેર્લ્સની બસ પર ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી ગઇ હતી.

જેના પગલે અંદર રહેલા પરપ્રાંતિય સહિતના શ્રમિકોએ ભારે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.રોડની સાઇડમાં ખાંગી થઇ ઢળી પડી હતી.જે અકસ્માતમાં અંદર રહેલા દશથી વધુ મહિલા-પુરૂષો અને બાળા સહિતના મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચી હતી.જેની જાણ થતા જુદી જુદી ચાર 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને તાકીદે લાલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ગંભીરને ઇજાગ્રસ્તને જામનગર ખસેડાયા હતા.જે ઘવાયેલા પૈકી એક માસુમ બાળકી શીયા રાજેશભાઇ ભુરીયા (ઉ.વ. 06)નુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.

જયારે અન્ય તમામ ઇજાગ્રસ્તોને પણ સારવાર અપાઇ હતી. આ બનાવની જાણ થતા જામજોધપુરના પીએસઆઇ સવસેટા અને સ્ટાફ ઘટનાસ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.આ બનાવની ફરીયાદના આધારે પોલીસે બસ ચાલક સામે અકસ્માત મામલે ગુનો નોંધવા તજવિજ હાથ ધરી છે. પરપ્રાંતિય ઇજાગ્રસ્ત મધ્યપ્રદેશના વતની શ્રમિકો વતનમાંથી પોરબંદર-ભાણવડ પંથકમાં જઇ રહયા હતા ત્યારે માર્ગમાં અકસ્માત નડયો હોવાનુ જાણવા મળ્યુ છે.

મજુરોને ભરી બસ ભાણવડ તરફ જઈ રહી હતી
જામનગર જિલ્લાના લાલપુરથી જામજોધપુર તરફ જતા રસ્તા પર ગોપ ગામ નજીક સવારે ભાણવડ તરફ જઈ રહેલી ખેત મજૂરોથી ભરેલી ખાનગી બસ પલ્ટી મારી જતા 15થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ચાર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ખાનગી બસ પલ્ટી ખાઈ ગઈ હતી તે બસને સીધી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામજોધપુર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ અને ગ્રામજનો દ્વારા બસ નીચેથી લોકોને કાઢવામાં આવ્યાં હતા અને તેઓને બચાવી લેવામાં આવ્યાં હતા તેવું જાણવા મળી રહ્યું છે.

સમયસર બચાવ કામગીરી કરાતા અનેક લોકોનો જીવ બચ્યા
આ અકસ્માત સર્જાયો ત્યારે વરસાદ પણ ચાલુ હતો, ત્યારે ખાનગી બસ પલ્ટી ખાઈ જતા અફરાતફરી મચી ગઇ હતી. ત્યારબાદ બસમાં બેઠેલા લોકોની બચાવ કામગીરી માટે ગ્રામજનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમયસર ઘટના સ્થળે પોલીસ પહોંચી જતા અનેક લોકોનો જીવ બચી શક્યો હતો એવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ગોપ ગામની ગોળાઈમાં બસ પલ્ટી ખાઇ જતાં 15થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં એક બાળકીનું મૃત્યું પણ થયું હતું અને બે લોકોની હાલત ગંભીર છે.

બારીમાંથી બહાર ફંગોળાયેલી બાળકી પર જ બસ આવી પડી
ખાનગી બસના અકસ્માતમાં માસુમ બાળા તેના માતા-પિતા સાથે મુસાફરી કરી રહી હતી જે દરમિયાન અકસ્માત વેળા બસ પલટી જતા બારીમાંથી ફંગોળાઇનીચે દબાઇ જતા ગંભીર ઇજાગ્રસ્ત આ બાળાએ જીવ ગુમાવ્યો હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. ભોગગ્રસ્ત વતનમાંથી માતા-પિતા સાથે વેરાડ સીમમાં આવી રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. જયારે તેના માતા-પિતાને ઇજા થઇ છે.

અન્ય સમાચારો પણ છે...