તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ વીથ મર્ડર:જામનગર નજીક દરેડ વિસ્તારમાં સગર્ભા મહિલાની હત્યા, સીસીટીવીમાં એક શકમંદ કેદ થતા પોલીસે શોધખોળ હાથ ધરી

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

જામનગર નજીકના દરેડ ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારના ગોડાઉન ઝોનમાં રહેતા એક નેપાળી પરિવારની આઠ માસનો ગર્ભ ધરાવતી મહિલાની કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. લુંટના ઈરાદે કરવામાં આવેલ હત્યાને પગલે ચોકીદારી કરતા નેપાળી યુવાનનો સંસારનો માળો વિખેરાઈ ગયો છે. રોકડ અને દાગીનાની લુંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. આરોપી લુંટ કરી નાશી ગયો હોવાનું સામે આવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જીઆઈડીસી વિસ્તારમાં આજે બપોર બાદ ગોડાઉન વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારની મહિલાની કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. અવાવરું જગ્યાએ રહેતા નેપાળી ઇન્દ્રબહાદુર ઉવ 38 નામના યુવાન કારખાનામાં ચોકીદારી કરવા ગયા બાદ ઓરડીમાં એકલી પડેલી તેમની પત્ની ભાવીશાબેન ઉર્ફ અંજુબેન ઉવ 35 પર કોઈ અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવી હતી.

સીસીટીવીમાં એક શકમંદ યુવક કેદ થયો
સીસીટીવીમાં એક શકમંદ યુવક કેદ થયો

આ ઘટનાની જાણ થતા એએસપી, એલસીબી અને પંચકોશી બી ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. ઘરમાં વેર વિખેર સમાન જોઈ નેપાળી ચોકીદારના જણાવ્યા મુજબ પાંચેક હજારની રોકડ રકમ તથા અમુક દાગીના ગુમ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને મહિલાની હત્યા લુંટના ઈરાદે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું

પોલીસે તાત્કાલિક આજુબાજુ જતા આવતા રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા હતા જેમાં એક શખ્સની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. પોલીસે શકમંદ શખ્સ સુધી પહોચવા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. મૃતક આઠ માસનો ગર્ભ ધરાવતી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે મૃતક મહિલાનો પતિ અવાચક બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...