તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • A Pregnant Woman Died Due To Abdominal Pain In A Large Head, While A Woman Succumbed To Her Injuries While Undergoing Treatment At A Hospital

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:મોટા વડાળામાં પેટમાં દુ:ખાવાથી સગર્ભાનું મોત, હોસ્પિટલમાં સારવારમાં મહિલાએ દમ તોડયો

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે રહેતી શ્રમિક સર્ગભા યુવતિને ખચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે રાજકોટની હોસ્પીટલ ખાતે લઇ જવાઇ હતી.જયાં સારવાર દરમિયાન તેણીનુ મૃત્યુ નિપજયુ હતુ. મોટા વડાળા ગામે રહેતી અને ખેતમજુરી કામ કરતી પરપ્રાંતિય સર્ગભા ભારતીબેન પ્રકાશભાઇ નાયકા (ઉ.વ.30)ને ગત તા.4ના રોજ સવારે અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પીટલમાં લઇ જવાઇ હતી.

જયાં ટુંકી સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મૃતકના પતિ પ્રકાશભાઇ બચુભાઇ નાયકાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટુકડી તુરંત રાજકોટની હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવના પગલે ખેતમજુર પરીવારમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે.

જામનગરમાં વાઘેરવાડા નજીક બચુનગર ખાતે રહેતા આરઝુબેન મહેબુબભાઇ પીઠડીયા (ઉ.વ.25) નામની પરિણીતાને વધુ પડતા રકતસ્ત્રાવના કારણે સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા જયાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.સીટી એ પોલીસે તેના પતિ મહેબુબભાઇનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો