વડાપ્રધાનની વર્ચ્ચુઅલ હાજરી:જામનગરમાં રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કરાયું

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનએ શિમલાથી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો

જામનગરનાં ટાઉનહોલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ સંમેલનનું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું. સંમેલનમાં સરકારની વિવિધ યોજનાનાં 2200 લાભાર્થીઓ સાથે મંત્રીએ સંવાદ કર્યો હતો. રાજ્યભરમાં આયોજીત ગરીબ કલ્યાણ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિમલાથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જામનગર શહેરમાં અત્યાર સુધી આવાસના લાભાર્થીઓ તથા ખાનગી મકાનો ધરાવતા કુલ 9700 લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂા.2.67 લાખની વ્યાજ સહાય, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના 1.0 હેઠળ ગુજરાત રાજ્યમાં આજ સુધીમાં કુલ 29 લાખ ગેસ કનેક્શન પૈકી જામનગર જિલ્લામાં કુલ 69514 લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમજ પ્રધાનમંત્રી ઉજ્વલ્લા યોજના 2.0માં લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ જોડાણ પૂરું પાડવામાં આવે છે. જેમાં જામનગર જિલ્લામાં કુલ 17895 કે.વાય.સી. પૂર્ણ થયેલ છે, વન નેશન વન રેશન કાર્ડ હેઠળ જામનગર જિલ્લામાં એપ્રિલ-2022માં કુલ 3281 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા છે તેની જાણકારી અપાઇ હતી. શિમલાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથેના સીધા સંવાદ કાર્યક્રમમાં જામનગરના ટાઉનહોલમાં ઉપસ્થિત તમામ લાભાર્થીઓ સહભાગી થયા હતા.

કાર્યક્રમમાં સાંસદ, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જામનગર જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર રાયજાદા વિવિધ કમિટીના સભ્યઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...