ફરિયાદ:વાલકેશ્વરી નગરના ચકચારી હિટ એન્ડ રન કેસમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારચાલક યુવતીએ વાલ્કેશ્વરી વિસ્તારમાં યુવાનને ફુલબોલ ની જેમ ઉડાવ્યો હતો

જામનગરમાં ઈલેક્ટ્રોનિક ચીજ વસ્તુના વ્યાપાર સાથે સંકળાયેલ એક પેઢીના માલિકની પુત્રીએ બે દિવસ પહેલા વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં પુર ઝડપે કાર ચલાવી એક બાઈક ચાલકને ફંગોળી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. ત્યારબાદ આ ઘાયલ બાઈક ચાલકને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે બે દિવસ સુધી આ પ્રકરણ પોલીસ દફતર ન પહોચ્યા બાદ મંગળવારે સાંજે સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં ઘાયલ યુવાને ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કાર ચાલક તરીકે અજાણયા ચાલકનો અને નંબર પ્લેટ વગરની કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જામનગરમાં વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં ગઈ કાલે બપોર બાદ પુર ઝડપે દોડતી એક કારે એક બાઈક ચાલકને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો જેમાં બાઈક ચાલક બાઈક સાથે બાજુના મકાનના દ્વાર સુધી ફંગોળાઈ જતા તેમને ગંભીર ઈજાઓ પહોચી હતી. આ બનાવના પગલે ઘાયલ મોટર સાયકલ ચાલકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કાર ચાલક યુવતી નાશી ગઈ હોવાનો સીસીટીવી વિડીઓ વાયરલ થયો છે.

અકસ્માત કરનાર યુવતી જામનગરના જાણીતા ઇલેક્ટ્રોનીક પેઢીના માલિકની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક સારવાર આપી મનીષ ચોહાણ નામના બાઈક ચાલકને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને દબાવી દેવા અને પોલીસ દફતર સુધી પ્રકરણ ન પહોચે તે માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. જો કે આ બનાવ પ્રસાર પ્રસાર માધ્યમોમાં ચમકતા અને પોલીસ સામે પણ સવાલો થયા હતા.

આ ઘટનાના બે દિવસ બાદ ઘાયલ મનીષ ભાઈએ ફરિયાદ નોંધાવી છે. જેમાં એમજી કંપનીની નંબર પ્લેટ વગરની કાર અને અજાણ્યા ચાલકને આરોપી તરીકે દર્શાવાયો છે. આ ઉપરાંત પોતાને માથાના ભાગે હેમરેજ અને પાંસળીમાં ફેકચર તેમજ ફેફસા ડેમેજ થયા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હોવા છેતા ફરિયાદમાં અજાણ્યા કાર ચાલક અને નંબર વગરની કારનો ઉલ્લેખ થતા કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...