તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:લૂડો ગેમમાં હારતા મસ્તી કરી તો છરી ઝીંકી દીધી, જામનગરમાં 3 યુવાનો સામે પોલીસ ફરિયાદ

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જામનગર શહેરમાં મહાદેવ નગર ભરતભાઈની દુકાન પાસે સુનીલભાઈ કરશનભાઈ ભાટીયા નામના યુવાન પર નાગરાજ સોમાભાઈ અગરવછા, તોગળસીભાઈ અને ભોનરાજ ઉર્ફે ભોલોએ હુમલો કરી માર માર્યો હતો. નાગરાજભાઈ સોમાભાઈ ભરતભાઇની પાનની દુકાને લુડો ગેમ રમતા હતા ત્યારે પાન મસાલા ખાવા ગયેલ યુવાન સામાવાળો સામે લુડો ગેમ હારી ગયો હતો.

આ ગેમ બાબતે એક બીજાની મશ્કરી કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળા ગાળી તથા ઝગડો કર્યો હતો. આરોપીઓએ છરી અને પાઈપ વડે હુમલો કરી માથામા છરી મારી તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. આ ધમાલના પગલે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહેાચ્યો હતો અને પોલીસે ત્રણેય સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...