તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂા. 1.15 કરોડનું કૌભાંડ:હાપામાં ત્રણ શખસાેનું કારસ્તાન, બોગસ દસ્તાવેજથી સરકારી જમીન વેચી મારી

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુલાબનગરના કિશોર મહેતા, ધુંવાવના શરીફ ઉડેજા અને નાઘેડીના ઘોઘુભા જાડેજા સામે ફરિયાદ નોંધાઇ

હાપા નજીક કરોડોની સરકારી જમીન પોતાની માલિકીની બતાવીને ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ કરી નાખતા પોલીસમાં છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર શહેરના હાપા સ્ટેશન વિસ્તાર હોન્ડા શો-રૂમની પાછળ આવેલી રેવન્યુ સરવે નં.423નો પ્લોટ 80 કે જે સરકારમાં ફાજલ થયેલી જમીન છે તે જમીન પોતાની બતાવી કિશોર ગજાનંદભાઈ મહેતા (રહે. સત્યસાંઈનગર, ગુલાબનગર), શરીફ ઓસમાણ ઉડેજા (રહે. ધુંવાવ ખારી વિસ્તાર) અને ગોગુભા ઉર્ફે ઘોઘુભા મનુભા જાડેજા (રહે. નાઘેડી)એ ફાજલ જમીનની માલિકી અંગેના ખોટા દસ્તાવેજો બનાવી ઉત્તરોત્તર દસ્તાવેજની ખોટી ફાઈલ તૈયાર કરી તેને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા સંજયભાઈ કરશનભાઈ ભૂતને પોતાની જમીન હોવાનું બતાવી ખેતીના બજાર ભાવની 1.15 કરોડની જમીન આપી વિશ્વાસઘાત-છેતરપિંડી આચરતા ત્રણેય સામે પંચ-એ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. પોલીસ હવે બોગસ દસ્તાવેજ કેવી રીતે બનાવ્યા અને કોણે મદદ કરી તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...