જામનગર શહેરમાં રહેતા અને કન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા પટેલ યુવાને ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા પોતાના મકાન પર જઈને કોઈ અગમ્ય કારણસર લાકડાની આડસમાં દોરડા વડે ઘણા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી જ્યારે આ બનાવ બનતા પોલીસે તપાસ આરંભી છે.
અગમ્ય કારણોસર આત્મહત્યા કરી
મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા રઘુવીર પાર્ક શેરી નંબર 4 માં પ્લોટ નંબર 177/4 માં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા ત્રિભુવનભાઈ વસંતભાઈ ઝાલાવાડીયા ઉ.48 નામના પટેલ યુવાને બુધવારે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા તેના ઘરે ગયા હતા અને ત્યાં રૂમમાં લાકડાની આડસમાં દોરડા વડે ગળાફાંસો ખાય આત્મહત્યા કરી હતી જ્યારે આ અંગે મૃતકના ભાઈ શૈલેષભાઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ એચ.ડી. સોઢીયા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જય મૃતદેહનો કબજો સંભાળી જામનગર જીજી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે મૃતક કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે જીણવટ ભરી તપાસ આરંભી હતી. તેમજ મૃતકની આત્મહત્યા પાછળ આર્થિક સંકળામણ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે અંગેની પણ વિગતો મેળવવા મૃતકના પરિવારોને પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
જ્યારે મૃતકના આત્મહત્યા કરવાનું પાછળનું કારણ શું હોઈ શકે તે તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે હાલ તો જામનગર શહેરમાં રહેતા પટેલ યુવાને આત્મહત્યા કરી લેતા પટેલ પરિવારમાં શોકનું મોજુ ફરી ભર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.