જામનગરમાં પટેલ કોલોની શેરી નં.9 પાસે મેદાનમાં પાર્ક કરેલી કાર ભડભડ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
સદનસીબે કારમાં કોઇ ન હોવાથી જાનહાનિ ટળી હતી. આગને કારણે કાર ભસ્મીભૂત થઇ ગઇ હતી.જામનગરમાં પટેલ કોલોની શેરી નં.9 પાસે પાનની દુકાનની બાજુના મેદાનમાં કરેલી મોટરકારમાં રવિવારે બપોરે 12.30 કલાક આસપાસ અચાનક આગ લાગી હતી. આથી મોટરકાર ભડભડળ સળગી ઉઠતા લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતાં.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગને કારણે મોટરકાર ભસ્મીભૂત થઇ ગઇ હતી. સદનસીબે કારમાં કોઇ ન હોવાથી જાનહાનિ ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.