તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્શનમાં તંત્ર:જામનગરમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવામા આવી

જામનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ હોસ્પિટલની જવાબદારી ફોરેસ્ટના મહિલા અધિકારીને સોંપાઈ

જામનગર શહેર અને જિલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને અનુલક્ષીને જામનગર જિલ્લા કલેકટર રવિશંકરે ગઇકાલે સાંજે યોજેલી એક અગત્યની બેઠકમાં જિલ્લાના જુદા-જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને કોરોના સંક્રમણ સંદર્ભે તંત્રીની કામગીરી પર ચાંપતી નજર રાખવા માટે ખાસ નોડલ અધિકારીઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

​​​​જેમાં જામનગર ફોરેસ્ટ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી આર.બી.પરસાણાને જી.જી.કોવિડ હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી છે.તેઓ હોસ્પિટલની કલિનિકલ બાબતોની સમીક્ષા કરશે.

કોવિડ હોસ્પિટલ માં સ્પે.ઇન્ચાર્જ આર.બી. પારસાણા સામે જ સિક્યુરિટી માસ્ક વગર જોવા મળ્યા.
કોવિડ હોસ્પિટલ માં સ્પે.ઇન્ચાર્જ આર.બી. પારસાણા સામે જ સિક્યુરિટી માસ્ક વગર જોવા મળ્યા.

જ્યારે શહેરની કોવિડ હોસ્પિટલમાં સરકાર દ્વારા રાધિકા પરસાણાની સ્પેશિયલ ઈન્ચાર્જ ઓફિસર તરીકે નિમણૂક કરેલ છે. રાધિકા પરસાણાએ આજે સમગ્ર કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારીઓને એમ્બ્યુલસ, સાફ-સફાઈ, સેનેટાઇઝેશનની કામગીરી સહિત કોવિડ ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવાની કડક સૂચના આપી હતી.

દરમિયાન આર.બી. પરસાણાએ આજે સવારે જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગની મુલકાત લીધી હતી.

હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી મેળવી તબિબો તેમજ અધિકારીઓ સાથે દર્દીઓની સુવિધા તેમજ ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી સમીક્ષા પણ કરી હતી. છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરમાં કોરોનાનું સંક્રમણ નવી રેકોર્ડ ઉંચાઇ તરફ ગતી કરી રહ્યું છે ત્યારે કોવિડ હોસ્પિટલના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો