માર્ગદર્શન અપાયું:બાઘલા ગામે રાત્રી ખેડૂત શિબિર યોજાઇ, કાર્યક્રમમાં ખેતીક્ષેત્રે શું ઉપયોગ અને તેના ફાયદાની ચર્ચા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા ચોમાસુ આવે એ પહેલા ખેડૂતો સજીવ ખેતી તરફ વળે, રાસાયણિક દવાની જગ્યાએ કુદરતી અને જમીન પાકને ફાયદાકારક કુદરતી નુસખાનો ઉપયોગ કરતા થાય તેવા આશયથી લાલપુર તાલુકાના બાઘલા ગામે પાક ઉત્પાદન વધારવાના કુદરતી નુસખા વિષય પર રાત્રી ખેડૂત શિબિરનું આયોજન કરાયું હતું.

જીગ્નેશભાઈ પરમાર હાજર રહેલ તેઓએ સજીવ ખેતી માટે જરૂરી જીવામૃત, અમૃત માટી, દશપરણી અર્ક, તીખો ઉકાળો, પંચ ગવ્ય જેવા જંતુનાશક અર્કનું નિદર્શન તેની બનાવટની રીત, તેનો ખેતીક્ષેત્રે શું ઉપયોગ ? તેના ફાયદાની ચર્ચા કરેલ સાથે સાથે સજીવ ખેતી અધારીત પાકોનું માર્કેટિંગ વેચાણના વિચારો આપેલ.

કાર્યક્રમના છેલ્લા સેશનમાં વિજ્ઞાન કેન્દ્રના ડો. સંજય પંડ્યા અને મહંમદભાઈએ ખેડૂતોને ઉદભવતા પ્રશ્નોનો કાર્યભાર સંભાળેલ અને તેનું ભવિષ્યના નિરાકરણ માટેનું આયોજન કહેલ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો સામેલ થયા. કાર્યક્રમની સફળતા માટે ગામના સરપંચ જીજ્ઞાબેન વસોયા, દિનેશભાઇ વસોયા અને જેન્તીભાઇ કથીરિયાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...