તપાસ:ટોડા સીમમાં નવજાત બાળા જીવિત અવસ્થામાં મળી આવી

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસ દ્વારા ત્યજી દેનાર માતા-પિતા સામે ગુનો

કાલાવડ તાલુકાના ટોડા ગામેથી એક નવજાત બાળકી જીવિત અવસ્થામાં મળી આવી હતી. જે અંગે પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસ તંત્ર દોડતું થયું હતું, પોલીસે તાત્કાલિક સ્થળે દોડી જઇ બાળકીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે પહોંચાડી તેને ત્યજી દેનારા તેના માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ટોડા ગામ ની સીમમાં આવેલ લાધાભાઈ નસીર નામના એક ખેડૂતની વાડી ના સેઢે ગઈકાલે સાંજે પોણા સાતેક વાગ્યાના બોરડીના ઝાંખરામાં કાપડમાં વિટાળેલી એક નવજાત બાળકી રડતી અવસ્થામાં મળી આવી હતી.

જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરાતા પોલીસ દોડી જઈ બાળકી નો કબજો સંભાળ્યો હતો, અને તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી દીધી હતી. સમયસર સારવાર મળી જતાં બાળકીનો બચાવ થયો છે, અને તેની સારવાર ચાલી રહી છે.માત્ર ચાર દિવસ પહેલાંજ જન્મેલી બાળકીને કોઈ અજ્ઞાત સ્ત્રી અથવા તો તેણીના માતા-પિતાએ બાળકીનો જન્મ છુપાવવા માટેનું આ કૃત્ય કર્યું હોવાનું અનુમાન લગાવી પોલીસે અજ્ઞાત માતા-પિતા સામે ગુનો નોંધ્યો છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...