તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં લોહિયાળ જંગ:બોલાચાલી બાદ ભાભી-દિયર એકબીજા પર છરી લઈને તૂટી પડ્યાં, દિયરનું મોત, ભાભીની હાલત ગંભીર

જામનગર18 દિવસ પહેલા
 • જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં કયાં કારણોસર ઝઘડો થયો એ બાબત હજુ સ્પષ્ટ થઈ નથી

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં એક પરિવારમાં દિયર-ભાભી બચ્ચે થયેલા કોઈ બાબતના ઝઘડામાં લોહી રેડાયું છે. પોતાના ઘરે જ બંને વચ્ચે થયેલી છરીબાજીમાં દિયરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું છે, જયારે અતિગંભીર હાલતમાં મહિલાને સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. પોલીસે ઝઘડા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે

જામનગરમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ, શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા સત્ય સાંઈનગર- પ્રભાતનગરમાં રહેતા કિસન ફટુભાઈ પરમાર અને તેનાં ભાભી હેતલબેન ગોપાલભાઈ પરમાર વચ્ચે આજે સવારે કોઈ બાબતે બોલાચાલી હતી. આ બોલાચાલી છરીબાજીમાં પરિવર્તન પામતાં ભાભીએ દિયર કિસનને શરીરના ભાગે છરીના ઘા ઝીંકી દેતાં તે ઢળી પડ્યો હતો.

જોકે ભાભીના હુમલા પૂર્વે જ યુવાને પણ ભાભીને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે શરીરના ભાગે ઈજાઓ પહોંચાડતાં બંને લોહીલુહાણ થઇ ગયાં હતાં. આ બનાવની જાણ થતાં સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને લોહીથી લથપથ હાલતમાં દિયર-ભાભીને હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જોકે યુવાન કિસનનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું, જયારે ભાભી હેતલને તાત્કાલિક ટ્રોમાં વોર્ડમાં ખસેડી સારવાર શરૂ કરાવી હતી. દિયર-ભાભી વચ્ચે કયાં કારણોસર ઝઘડો થયો એ બાબત હજુ સ્પષ્ટ થઇ નથી. પોલીસે મૃતકનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો