કામગીરી:GMના આગમન પૂર્વે રેલવે સ્ટેશનને રૂડું દેખાડવા કવાયત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19ના જામનગર, હાપા સ્ટેશનનું ઈન્સ્પેક્શન

​​​​જામનગર અને હાપા રેલ્વે સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જનરલ મેનેજર 19 જાન્યુઆરીના મુંબઈથી ખાસ ટ્રેન મારફત આવશે. જીએમના આગમન પગલે રેલવે સ્ટેશનને રૂડારૂપાળા દેખાડવા જામનગર સ્ટેશને કલર કામ અને ટાઇલ્સ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સમયાંતરે અલગ અલગ રેલવે ડીવીઝનનું ઈન્સપેક્શન કરતા હોય છે. આગામી તા. 19 જાન્યુઆરીના વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મીશ્રા ઈન્સપેક્શન માટે રાજકોટ રેલવે ડિવિઝનમાં આવી રહ્યા છે. તેઓ મુંબઈથી ખાસ ટ્રેન મારફત આવશે. આ દરમ્યાન તેઓ સુરેન્દ્રનગરથી જામનગર વચ્ચેના રેલવે સ્ટેશનનું ઈન્સપેક્શન કરશે. જીએમના આગમનના પગલે રેલવે સ્ટેશનને રૂપકડું દેખાડવા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગરમાં રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની ટાઇલ્સ બદલવાની અને કલર કામની કવાયત શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જીએમના ઇન્સ્પેક્શન દરમિયાન રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...