જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી મહિને યોજાનારી NMMS પરીક્ષાની તૈયારીઓ કરાવવાના ભાગરૂપે MISSION NMMS હાથ ધરેલ છે. જે મુજબ દર રવિવારે જુદી જુદી શાળાઓમાં વર્ગો યોજી પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. જેમાં 350 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યને મોક ટેસ્ટનું આયોજન કરાય છે. આ વર્ગોમાં પ્રથમ 10 વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
સદર આયોજન ચેરમેન મનીષ કનખરાના માર્ગદર્શન હેઠળ શાસનધિકારી ફાલ્ગુનીબેન પટેલ આ આયોજન હેઠળ થઈ રહ્યું છે.આ કાર્યક્રમ ને સફળતા પૂર્વક સંચાલન કમિટીના આચાર્ય મેરામણભાઈ કારેથા, અલ્પેશભાઈ કટેશીયા, મેહુલભાઈ પાઠક, કૌશિકભાઈ જોગીદાસ અને પ્રશાંત માધવાચાર્ય કરી રહ્યા છે. વિશેષ સહયોગ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયા અને શૈક્ષીક સંઘ ના પ્રમુખ વરમોરાભાઈ તેમજ દરેક આચાર્ય શિક્ષકો નો મળી રહ્યો છે. તેમજ અન્ય શિક્ષણપ્રેમીઓ ગડારાભાઈ,રવિભાઈ ગુજરાતી, અભિષેક પરમાર, સંજયભાઈ દત્તાણી વગેરે નો સહયોગ મળેલ છે. સમિતિ ના ઉપાધ્યક્ષ તથા અન્ય સભ્યો પ્રોત્સાહન આપી રહ્યા છે તેમજ વહીવટી સ્ટાફ હકારાત્મક સહયોગ આપી રહ્યો છે. અને સમિતિના બધા શિક્ષકો રવિવારની રજાની ચિંતા કર્યા વિના આ ઉમદા કાર્યમાં ફાળો આપી આ મિશનને સફળ બનાવવા પ્રયત્નશીલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.