તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી પહેલા પાળ:જામનગરની કોવિડ હોસ્પિટલમાં આગ લાગે તો શું કરવું, કેવી બચાવ કામગીરી કરવી એ અંગે મોકડ્રિલ યોજાઈ

જામનગર4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલ અને ફાયર બ્રિગેડની સંયુક્ત મોકડ્રિલનું આયોજન

કોવિડ હોસ્પિટલ હોય કે અન્ય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના અનેકવાર વિવિધ શહેરોમાં બની છે. જામનગરની જીજી હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં પણ થોડા દિવસો પહેલા આગની ઘટના બની હતી. જેને લઇને જામનગરમાં આજે કોવિડ હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ફાયર વિભાગની મદદથી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગ લાગે ત્યારે કેવી તકેદારી રાખવી, શું કરવું અને કેવી બચાવ કામગીરી કરવી એ અંગે માહિતી આપવામાં આવી હતી.

કોવિડ હોસ્પિટલમાં આજે યોજાયેલી મોકડ્રિલમાં હોસ્પિટલના સ્ટાફને આગની ઘટના દરમિયાન તકેદારીના પગલા લેવા અને સાવચેતી રાખી દર્દીઓને સુરક્ષિત બહાર કેવી રીતે કાઢવા એ અંગેનું પ્રશિક્ષણ ફાયર વિભાગની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલના સ્ટાફ અને સિક્યોરિટી સ્ટાફે ભાગ લીધો હતો.

નોંધનીય છેકે, થોડા દિવસો પહેલા જામનગરની અને સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની હોસ્પિટલ જી.જી.હોસ્પિટલમાં icu ભાગમાં આગ લાગી હતી અને અફરાતફરી મચી હતી.

જેમાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ હતી નહીં અને આઈ.સી.યુ વિભાગ સળગી અને રાખ થઈ ગયું હતું અને સાધનસામગ્રી પણ સળગી ગઈ હતી. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી અને આગને કાબૂમાં મેળવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો