અકસ્માત:જામનગરમાં ઉદ્યોગનગરમાં મોટરસાયકલની ઠોકરે આધેડનું મોત

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર રીતે ઘવાયેલા આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ

શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં પૂરઝડપે જઈ રહેલા મોટરસાયકલ ચાલકે ચાલીને જઈ રહેલા આધેડને જોરદાર ટક્કર મારતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં પોલીસે મોટરસાયકલ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના ઉદ્યોગનગર કેરોસીનના ડેપા પાસે, ડીલક્ષ પાનની સામેથી પુર ઝડપે પસાર થતા કાળા કલરના જીજે-10-ડીસી-7039 નંબરના મોટરસાયકલના ચાલક રાજુ આહિરે પોતાની ગાડી પુરઝડપે બેફિકરાયથી ગફલતભરી રીતે ચલાવી, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગણપતિ દાદાના મંદિર પાસે રહેતા શાંતીલાલ મેઘજીભાઈ ઘુકેરાને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો જેમાં આધેડ શાંતિલાલને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે જાણ થતા સીટી સી ડીવીજન પોલીસ દફતરનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.પોલીસે મૃતકનું પીએમ કરાવી, મૃતકના મોટાભાઈ મહેશભાઇ મેઘજીભાઇ ઘુકેરાએ આરોપી બાઈક ચાલક રાજુ આહીર સામે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...